જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ની વર્ષ 2020-21 અને 2021-22ની વાર્ષિક સાધારણ સભા તા. 10ના રોજ સંસ્થાના કાર્યાલય પ્લોટ નં. 90 કૌશલ્ય ભવન ફેસ-2, દરેડ ખાતે યોજાઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતાં.
સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા દ્વારા ઉપસ્થિત મેમ્બરોનું સ્વાગત કરી સાધારણ સભાની શરુઆત કરી હતી. સંસ્થાના મંત્રી વિશાલભાઇ લાલકીયા દ્વારા સાધારણ સભાના એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત મેમ્બરો દ્વારા સંસ્થા દ્વારા વર્ષ 2020-21 અને 2021-22 કરવામાં આવેલ કામો તેમજ ઠરાવ સર્વાંનુમત્તે બહાલ રાખ્યા હતાં તેમજ સંસ્થાના બંધારણમાં ફેરફાર કરવા માટે સાધારણ સભા સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં પણ ઉપસ્થિત સર્વે મેમ્બરો દ્વારા સર્વાંનુમત્તે બહોળી આપી હતી.
ખજાનચી દિનેશભાઇ નારીયા દ્વારા સંસ્થાના વર્ષ 2020-21 અને વર્ષ 2021-22ના ઓડિટ રિપોર્ટ વંચાણે લઇ તેમજ ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન સમગ્ર ટીમના નેતૃત્વ નીચે થયેલ કામો બાબતે સંસ્થા દ્વારા કરાયેલ નફાની વિગતવાર માહિતી આપી હતી. તેમજ મિટિંગમાં ઉપસ્થિત સંસ્થાના સર્વે સભ્યો દ્વારા સંસ્થાના વર્ષ 2020-21 અને વર્ષ 2021-22ના ઓડિટ રિપોર્ટ સર્વાંનુમત્તે બહાલ કર્યા હતાં.
પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા દ્વારા ઉપસ્થિત સર્વે મેમ્બરોને ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલ પ્રોજેકટ તેમજ ઉદ્યોગકારો સમક્ષ આવતી મુશ્કેલીઓ બાબત કરેલ લડત વિશે વિસ્તૃત માહિતી આપી મિટિંગમાં આવેલ દરેક મેમ્બરોને માહિતગાર કર્યા હતાં.
પૂર્વપ્રમુખ રાજેશભાઇ ચાંગાણી દ્વારા તેઓની ટીમને સંસ્થાના માધ્યમથી આપણા ઔદ્યોગિક વસાહતોના કરેલ કામો બદલ આભાર વ્યક્ત કર્યો તેમજ આવનાર નવી ટીમને પુરતો સાથ-સહકાર આપવા તત્પરતા બતાવી મિટિંગમાં ઉપસ્થિત સર્વે મેમ્બરોનો આભાર વ્યક્ત કર્યો હતો.