Monday, December 23, 2024
Homeરાજ્યરાજકોટ ડિવિઝનની 10 જોડી ટ્રેનોમાં બેડ રોલ સુવિધા પુન:સ્થાપિત

રાજકોટ ડિવિઝનની 10 જોડી ટ્રેનોમાં બેડ રોલ સુવિધા પુન:સ્થાપિત

- Advertisement -

પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા જે ટ્રેનોનું પ્રાઇમ રીમેન્ટેનન્સ રાજકોટ ડિવિઝન પાસે છે તેવી તમામ 10 જોડી ટ્રેનોમાં મુસાફરોને બેડ રોલ આપવાની સુવિધા પુન:સ્થાપિત કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ સેવા કોવિડ-19મહામારીના લીધે બંધ કરવામાં આવી હતી. રેલ્વે મંત્રાલય તરફથી સૂચના મળ્યા પછી, આ સેવા તબક્કાવાર રીતે પુન:સ્થાપિત કરવામાં આવી છે. બેડ રોલ સુવિધા પુન:સ્થાપિત થવાથી, એસી કોચના મુસાફરોને બિનજરૂરી રીતે લિનન, ધાબળા અને બેડશીટ વગેરે લઈ જવાથી મુક્તિ મળી છે.

- Advertisement -

ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાયરોહિલા એક્સપ્રેસ, ટ્રેન નંબર 22937/22938 રાજકોટ-રીવાએક્સપ્રેસ, ટ્રેન નંબર 19565/19566 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ, ટ્રેન નંબર 22939/22940 હાપા-બિલાસપુર એક્સપ્રેસ, ટ્રેન નંબર 22905/22906 ઓખા-શાલીમાર એક્સપ્રેસ, ટ્રેન નંબર 19573/19574ઓખા-જયપુર એક્સપ્રેસ, ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી એક્સપ્રેસ, ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ, ટ્રેન નંબર 19568/19577 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ ટ્રેનમાં ફરીથી બેડ રોલની સુવિધા શરૂ કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular