Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરધ્રોલમાં સોના-ચાંદીના વેપારીને પોલીસ/બનાવટી પોલીસ કરાતી હેરાનગતિ અંગે પોલીસ વડાને રજૂઆત

ધ્રોલમાં સોના-ચાંદીના વેપારીને પોલીસ/બનાવટી પોલીસ કરાતી હેરાનગતિ અંગે પોલીસ વડાને રજૂઆત

- Advertisement -

ધ્રોલમાં સોના-ચાંદીના વેપારીને પોલીસ/બનાવટી પોલીસ દ્વારા ચોરીનો માલ-સામાન વેચતા હોવાનું જણાવી હેરાનગતિ કરવામાં આવતી હોય, આ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી બે શખ્સો વિરુધ્ધ ધોરણસર ફરિયાદ દાખલ કરવા અને ખાતાકીય પગલા લેવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -

ધ્રોલમાં સોના-ચાંદીની દુકાન ધરાવતાં ધવલ શાંતિલાલ આડેસરાને ગત તા.18-7-2022ના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશનના મયૂરસિંહ જટુભા પરમાર દ્વારા ફરિયાદીની દુકાનમાં જઇ ફરિયાદી તથા તેના પિતાના મોબાઇલમાં ફોટા પાડી જણાવ્યું હતું કે, 2019ના વર્ષમાં કોઇ સ્ત્રી ચોરીનો સોનાનો ચેન તમોને વેચાણ કરેલ છે. આથી તમારી વિરુધ્ધ કલમ 411 હેઠળ ગુનો દાખલ કરવાનો છે. તેમ જણાવી કેસ દાખલ કરવા જણાવ્યું હતું. તેમજ આ અંગે ભાવનગરના સીટી-સી ડિવિઝનના પીઆઇ ભરત રાઠોડના નામની વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરાવી હતી. ત્યારબાદ ફરિયાદીના સાળા અમિત મદાણી દ્વારા આ અંગે તે પોલીસ કર્મચારી સાથે વાત કરતાં પોલીસ કર્મચારી દ્વારા રોફ જમાવી અપશબ્દો બોલ્યા હતાં. તેમજ સ્ત્રી દ્વારા સાત ગ્રામ સોનાનો ચોરાઉ ચેઇન આ દુકાનમાં વહેંચ્યો હોય, સાત ગ્રામ સોનાની હાલની બજાર કિંમત મુજબ રોકડ રકમ આપવામાં આવે તો કેસમાંથી નામ કાઢી નાખવામાં આવશે. તેમ જણાવ્યું હતું. આ અંગે ભાવનગર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતાં આવી કોઇ વ્યક્તિ ભાવનગરમાં કોઇપણ હોદ્ા પર ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી લોકલ પોલીસને સાથે રાખી આડકતરી રીતે ખંડણી માગવામાં આવી હોય, આ અંગે ફરિયાદ નોંધી પગલાં લેવા જિલ્લા પોલીસ વડાને અરજી કરી છે. તેમજ આ અગાઉ પણ ધ્રોલમાં બનાવટી પોલીસ દ્વારા સોના-ચાંદીના વેપારીઓને હેરાનગતિ કરવામાં આવી હોય તે અંગે ધ્રોલ ગોલ્ડ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી.ચોરીનો સોનાનો માલ ખરીદ્યો હોય, કેસમાંથી નામ કાઢવા હાલની બજાર કિંમત મુજબ રોકડા આપવાની માગણી કરાઇ હોવા અંગે આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular