જામનગર શહેર અને જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા શખ્સો વિરૂધ્ધ પાસા હેઠળ અટકાયત કરી કાર્યવાહી અંતર્ગત જોગવડના શખ્સ વિરૂધ્ધ પાસાની દરખાસ્ત મંજૂર થઈ જતાં એલસીબીએ શખ્સની ધરપકડ કરી વડોદરાની જેલમાં ધકેલી દીધો હતો.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતો ઉદરાજ ઉર્ફે ઉદો નાથસુર સુમાત ચારણ નામના શખ્સ વિરૂધ્ધ પ્રોહિબીશનના સાત ગુનાઓ નોંધાયેલા હોય જેથી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ તથા સ્ટાફે પાસાની તૈયાર કરેલી દરખાસ્ત કલેકટર ડો. સૌરભ પારઘીએ મંજૂર કરી હતી. જેથી એલસીબીની ટીમે ઉદરાજની ધરપકડ કરી વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.