Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લાની 38 શાળાઓને સ્વચ્છ વિધાલય પુરસ્કાર વડે પ્રોત્સાહિત

દેવભૂમિ દ્વારકા જિલ્લાની 38 શાળાઓને સ્વચ્છ વિધાલય પુરસ્કાર વડે પ્રોત્સાહિત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા તાલુકાઓમાં આવેલી કુલ 38 શાળાઓને સ્વચ્છ વિધાલય પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ શાળાઓ દ્વારા પીવાનું પાણી, ટોઈલેટ, સાબુથી હાથ ધોવા, બિહેવીયર ચેન્જ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ, કોરોના કાળ દરમિયાન શાળાની તૈયારીઓ જેવા વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ગ્રામ્ય તેમજ શહેરી શાળાઓને પંદર હજાર, બાર હજાર, દસ હજાર તથા સાત હજારની પુરસ્કાર રાશી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

- Advertisement -

માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય અને સમગ્ર શિક્ષા- દેવભૂમિ દ્વારકા દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે રાજ્ય કક્ષાએથી પસંદ થયેલી કુલ 38 શાળાને પ્રમાણપત્ર અને કુલ દસ શાળાઓને જિલ્લા કલેકટર દ્વારા કેટેગરી વાઈઝ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર દ્વારા તમામ શાળા સંચાલકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સન્માનિત કરવામાં આવેલી આ શાળામાં ઓવરોલ કેટેગરીમાં કુલ ચાર અને સબ કેટેગરીમાં છ શાળાઓને પ્રમાણપત્ર અને ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ય 28 શાળાને પ્રમાણપત્ર આપી, સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઓવરોલ કેટેગરીમાં પ્રથમ નંબરે દ્વારકા તાલુકાની કુરંગા પ્રાથમિક શાળા, અને ભાણવડ તાલુકાની ભાણવડ કન્યા શાળાની પસંદગી થઈ હતી. જેને રૂ. 15000 નો ચેક અને પ્રમાણપત્ર, બીજા ક્રમ પર ખંભાળિયાની ભંડારીયા પ્રાથમિક શાળાને રૂ. 12,000 નો ચેક અને પ્રમાણપત્ર અને ત્રીજા ક્રમ પર ખંભાળિયા તાલુકાની દાતા પ્રાથમિક શાળાને રૂ. 10,000 નો ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

- Advertisement -

જ્યારે સબ કેટેગરીમાં પસંદગી પામેલી છ શાળાઓને રૂ 7,000 નો ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે .જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારના દેવભૂમિ દ્વારકાના નોડલ ઓફિસર હાજાભાઈ, એસ.એસ.એ. સ્ટાફ, બી.આર.સી. કો-ઓર્ડીનેટર ખંભાળિયા અને ભાણવડ તથા પુરસ્કાર માટે પસંદગી થયેલી તમામ શાળાના આચાર્યોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જે બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એચ. વાઢેર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular