Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સાઉથ આફ્રિકાની ટી-20 લીગમાં ફ્રેન્ચાઈઝી હસ્તગત કરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સાઉથ આફ્રિકાની ટી-20 લીગમાં ફ્રેન્ચાઈઝી હસ્તગત કરી

- Advertisement -

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ક્રિકેટમાં તેની વધતી આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વધુ મજબૂત બનાવતા જાહેરાત કરી છે કે તે ક્રિકેટ સાઉથ આફ્રિકાની આગામી ટી-20 લીગમાં ફ્રેન્ચાઇઝી હસ્તગત કરશે. UAE-સ્થિત ઈન્ટરનેશનલ લીગ ટી-20 ટીમ ખરીદ્યા બાદ તુરંત જ ખરીદવામાં આવેલી કેપટાઉન સ્થિત આ નવી ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડને આગળ ધપાવશે.

- Advertisement -

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ક્રિકેટ ફ્રેન્ચાઈઝીની માલિકી, ભારતમાં ફૂટબોલ લીગ, સ્પોર્ટ્સ સ્પોન્સરશિપ, ક્ધસલ્ટન્સી અને એથ્લેટ ટેલેન્ટ મેનેજમેન્ટ દ્વારા રમતગમતની ઈકોસિસ્ટમને વિકસિત કરવામાં અને ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધતિઓ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વધુમાં, રિલાયન્સ ફાઉન્ડેશન સ્પોર્ટ્સ – RILની CSR પાંખ દેશભરના એથ્લેટ્સને વિવિધ રમતોમાં ચેમ્પિયન બનવાની તકો પૂરી પાડીને અને વૈશ્ર્વિક રમત-ગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં ભારતના મહેચ્છાનું નેતૃત્વ કરીને ભારતની ઓલિમ્પિક ચળવળનું નેતૃત્વ કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં અંબાણીએ 40 વર્ષના અંતરાલ પછી 2023માં મુંબઈમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું આયોજન કરવા માટે સફળ બીડનું નેતૃત્વ કર્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર નીતા અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ પરિવારમાં અમારી નવી ટી-20 ટીમનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે! અમે મુંબઈ ઈન્ડિયન્સની નીડર અને મનોરંજક ક્રિકેટ બ્રાન્ડને સાઉથ આફ્રિકામાં લઈ જવા માટે ઉત્સાહિત છીએ, જે રાષ્ટ્ર ક્રિકેટને એટલો જ પ્રેમ કરે છે જેટલો આપણે ભારતમાં કરીએ છીએ! સાઉથ આફ્રિકામાં રમતગમતની મજબૂત ઇકોસિસ્ટમ છે અને અમે આ સહયોગની શક્તિ અને સંભવિતતાની શોધખોળ કરવા આતુર છીએ. જેમ જેમ અમે ખઈંની વૈશ્ર્વિક ક્રિકેટિંગ ફૂટપ્રિન્ટમાં વધારો કરીએ છીએ, તેમ તેમ અમે રમત દ્વારા આનંદ અને ઉલ્લાસ પ્રસારિત કરવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ!

- Advertisement -

રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે, અમારી સાઉથ આફ્રિકાની ફ્રેન્ચાઇઝી સાથે અમારી પાસે હવે ત્રણ દેશોમાં ત્રણ ટી-20 ટીમો છે. અમે ક્રિકેટ ઇકોસિસ્ટમ અને બ્રાન્ડ મુંબઈ ઈન્ડિયન્સમાં અમારી કુશળતા અને જ્ઞાનના ઊંડાણનો લાભ લેવા આતુર છીએ જેથી ટીમ બનાવવામાં મદદ મળી શકે અને ચાહકોને ક્રિકેટના કેટલાક શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular