Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના રણજીત લોજિસ્ટીકસ પર જીએસટીની ધોંસ

જામનગરના રણજીત લોજિસ્ટીકસ પર જીએસટીની ધોંસ

- Advertisement -

જામનગરના જાણીતા ટ્રાન્સપોર્ટર અને ઉદ્યોગપતિ પરિવારની પેઢીઓ પર જીએસટી વિભાગે ધોંસ બોલાવી છે. શહેરમાં ગ્રેઇન માર્કેટ પોટરી ગલી તેમજ હાપા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી પેઢીને કચેરીએ ગોડાઉન પર જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોટાપાયે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનથી શહેરની ઔદ્યોગિક આલમમાં ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -

જામનગરમાં વસંત પરિવારની રણજીત લોજિસ્ટીક સહિતની કેટલીક પેઢીઓ પર આજે સવારથી જીએસટી વિભાગની ટુકડીઓ ત્રાટકી હતી. પેઢીના ઇનવોઇસ અને હિસાબ કિતાબની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત હાપામાં અન્ય એક પેઢીના સ્થાન પર આઇટી વિભાગે તપાસનો દોર હાથમાં લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલા આ ઉદ્યોગપતિ પરિવારની પેઢીઓ પર આર્થિક વ્યવહારોમાં આશંકાને પગલે આ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે. જો કે, તપાસ દરમ્યાન જીએસટી વિભાગને શું હાથ લાગ્યું હજું બહાર આવ્યું નથી. સંભવત: મોડી સાંજ સુધી આ તપાસ ચાલુ રહે અને ત્યારબાદ જ કોઇ જાણકારી બહાર આવે તેવી શકયતાઓ જોવાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular