જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર દૂધના કેન ભરીને જતી રીક્ષાને પાછળથી ગેસના ટેન્કરચાલકે ઠોકર મારતા અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સરમત ગામના પાટીયા પાસેથી દેવજી રાજપાલ રાજાણી નામનો યુવક દૂધના કેન ભરી વાસ્પા રીક્ષામાં જતો હતો તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતા જીજે-01-ડીયુ-6890 નંબરના ગેસના ટેન્કરચાલકે આગળ જતી રીક્ષાને ઠોકર મારતા અકસ્માતમાં ચાલક દેવજી તથા અન્ય બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત ટેન્કરચાલક નાશી ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં બનાવની જાણ થતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે ટેન્કરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.