દેશમાં ભાવ વધારો અને બેફામ ફુગાવાના વિરોધમાં કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યોએ આજે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા યોજયા હતા. બેનર અને પોસ્ટરો સાથે બેફામ મોંઘવારી સામે સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા છેલ્લા 3 દિવસથી વિપક્ષી સભ્યો વિરોધ પ્રદર્શન કરી રહયા છે. સંસદ પરિસરમાં યોજાયેલાં આ ધરણામાં કોંગ્રેસના સાંસદ મલ્લિાકાર્જુન ખડગે, અધિર રંજન ચૌધરી સહિતના નેતાઓ જોડાયા હતા. બીજી તરફ કોંગ્રેસ અને વિપક્ષી સભ્યો સંસદમાં તેલ, ગેસ, ખાદ્ય પદાર્થો જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના આસમાનને આંબતા ભાવના વિરોધમાં હોબાળો મચાવી રહ્યા છે. જેને કારણે અનેક વખત સંસદના બન્ને સત્રની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી છે.