જામજોધપુર તાલુકાના બમથિયા ગામની મુખ્ય બજારમાં આવેલા પ્રોવિઝન સ્ટોરમાં કોઇ તસ્કરે ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલી દુકાનમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રૂા.14,800 ની રોકડ રકમ ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બમથિયા ગામની મુખ્ય બજારમાં આવેલી અંજલી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં તા.17 ની રાત્રિના સમય દરમિયાન કોઇ અજાણ્યા તસ્કરે દુકાનનો દરવાજો ડુપ્લીકેટ ચાવીથી ખોલી અને અંદર પ્રવેશ કરી કાઉન્ટરમાં રાખેલી રૂા.14,800 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ અંગેની દુકાનદાર પરેશભાઈ કંડોરિયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.