જામજોધપુર તાલુકાના બગધરા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને દબોચી લઇ રૂા.1,06,030 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના ધરારનગરમાંથી તીનપતિનો જૂગાર રમતા નવ શખ્સોને રૂા.11,440 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના સાપર ગામમાં જૂગાર દરોડામાં પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ નાશી ગયેલ શખ્સની શોધખોળ હાથ ધરી હતી. જોડિયા તાલુકાના ભાદરા ગામમાંથી ચાર શખ્સોને જૂગાર રમતા પકડી પાડી રૂા.11,800 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક વિસ્તારમાંથી નવ શખ્સોને જૂગાર રમતા રૂા.10,300 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં. જામનગર શહેરમાં રણજીતનગર વિસ્તારમાંથી એક વર્લીબાજને ઝડપી લઇ રૂા.10,200 ની રોકડ અને વર્લીનું સાહિત્ય કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરના તરસાઈ ગામેથી પોલીસે જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.3530 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી દરોડા દરમિયાન પોલીસે ત્રણ શખ્સોને રૂા.1450 ની રોકડ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, શેઠવડાળા નજીક આવેલ બગધરા ગામની સીમમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરાતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન દિનેશ હરજી અજુડિયા, આબીદ પોલા હાલેપોત્રા, રામજી બાવનજી મહેતા, રમેશ ભવાન દવે, સંજય હરસુખ સોંદરવા નામના પાંચ શખ્સોને રૂા.46030ની રોકડ તથા રૂા.25000 ની કિંમતના પાંચ મોબાઇલ, રૂા.35000 ની કિંમતના બે બાઈક અને ગંજીપના મળી કુલ રૂા.1,06,030ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ધરારનગર-1 માં આજમ ચોકમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મહમદરફિક ઈસાક સમા, રજાક કાસમ શેઠા, ઈશાક જુમા શેઠા, ઈસુબ સીદીક સાટી, દાઉદ કાશમ હાલેપોત્રા, આદમ કાસમ રાઉકરડા, શેરમામદ નુરમામદ નોતિયાર, હુશેન મુસા સુમરા અને હનિફ મામદ કાયાણી નામના નવ શખ્સોને રૂા.11440 ની રોકડ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના સાપર ગામમાં તળાવ પાસેના વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન જીતેશ નાથા બોડા, કિરીટ અંબાવી હિશુ, મનિષ ચંપકલાલ રાવલ, જેન્તી છગન ગામી, ભગવાનજી બેચર ગામી નામના પાંચ શખ્સોને શખ્સોને રૂા.16300 ની રોકડ, ગંજીપના, રૂા.11 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન, રૂા.1,10,000 ની કિંમતના ત્રણ મોટરસાઈકલ મળી કુલ રૂા.1,37,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલ દિપક આંબાવી હિસુની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
ચોથો દરોડો, જોડિયા તાલુકાના ભાદરા ગામમાંથી પોલીસે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમી રહેલા ચેતન ઉગા પરમાર, પરષોતમ પ્રેમજી પરમાર, નરેશ દેવા પરમાર, મગન પ્રેમજી પરમાર નામના ચાર શખ્સોને દબોચી લઇ રૂા.11,800 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસેના વિસ્તારમાંં જાહેરમાં ગંજીપના વડે જૂગાર રમતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન નરશી મુળજી સોંદરવા, ચંદ્રામાન રાજારામ ખોખરાગઢ, હનિફ ઈબ્રાહિમ હાલા, રમેશ હીરા પરમાર, કુલદીપ ગણેશરામ કુમાર, રવિ નારાયણ ડોંગરે, સચિન રાજુ ઓબ્રાગડે, મુકેશ બાબુ ગોહિલ અને સિધ્ધાર્થ કેશવરામ વીર નામના નવ શખ્સોને રૂા.10,300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી પાડયા હતાં.
છઠો દરોડો, જામનગર શહેરમાં રણજીતનગર જૂનો હુડકો શાક માર્કેટ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતો હોવાની મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન શૈલેષ પ્રેમશંકર જોષી નામના શખ્સને દબોચી લઇ રૂા.10,200 ની રોકડ અને વર્લીનું સાહિત્ય કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાતમો દરોડો, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે ઘુસલાપારા વિસ્તારમાંથી પોલીસે તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે દરોડા દરમિયાન નારણ કુંભા પરમાર, પોલા મેરામણ રીબડીયા, રમેશ ઘેલા પંચાસરા, સંદીપ પોલા રીબડીયા નામના ચાર શખ્સોને રૂા.3530 ની રોકડ અને ગંજીપના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતાં.
આઠમો દરોડો, જામજોધપુરમાં રેલવે સ્ટેશન સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે આ સ્થળે રેઈડ દરમિયાન મોહન હિરા વાવેચા, કિશોર જેઠા ઘુડા, પાલા કારા ચુડાસમા નામના ત્રણ શખ્સોને રૂા.1450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.