- Advertisement -
ખંભાળિયામાં આવતીકાલે ગુરુવારે વિવિધ પ્રકારના રોગોનું વિનામૂલ્યે નિદાન તથા સારવાર તેમજ દવા વિતરણ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ગુરુવાર તા. 21 મીના રોજ અત્રે બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ નિદાન સારવાર કેમ્પમાં પાચનતંત્ર, શ્વસનતંત્ર, ચામડી, સાંધા, બિનચેપી રોગો, મૂત્રમાર્ગના રોગો, સ્ત્રીરોગ, બાળ રોગ, આંખના રોગ, કાન- નાક- ગળાના રોગ વિગેરેનું વિનામૂલ્યે નિદાન કરી અને સારવાર બાદ દવા વિતરણ કરવામાં આવશે.
અહીંની સેવા સંસ્થા લાયન્સ ક્લબ સાથે આરોગ્યને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી તેમજ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા આયુષ નિદાન સારવાર મેગા કેમ્પમાં યોગ માર્ગદર્શન, પંચકર્મ સારવાર અંગે માર્ગદર્શન, અગ્નિકર્મ સારવાર ઘર આંગણે વનસ્પતિ પ્રદર્શન, રસોડાના ઔષધો, ઘરગથ્થુ ઉપચાર વિગેરેના નિષ્ણાંત તબીબો દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવશે.
આ નિઃશુલ્ક આયુષ કેમ્પનો લાભ લેવા નગરજનોને અપીલ કરવામાં આવી છે.
- Advertisement -