Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર નરાધમની જામીન અરજી રદ

જામનગરના સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર નરાધમની જામીન અરજી રદ

- Advertisement -

જામનગર શહેરમાં સાધના કોલીની વિસ્તારમાં રહેતાં શખ્સે બાજુમાં રહેતાં બાળકને લલચાવી ફુસલાવી તેના ઘરે લઇ જઇ સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આર્ચયાના બનાવમાં સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેર રણજીત સાગર રોડ ઉપર આવેલા સાધના કોલીનીમાં બ્લોક નંબર એલ/59 રૂ.નં.3123માં રહેતાં હિતેશ દિપક પરમાર નામના મજૂરી કામ કરતાં શખ્સે ગત એપ્રિલ માસમાં સાંજના સમયે એક બાળકને લલચાવી ફોસલાવી રમવા માટે તેના ઘરે લઇ આવ્યો હતો અને ત્યારબાદ રૂમમાં ધમકાવીની સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યારે ભોગ બનનાર બાળક નાસવા જતાં પડી જવાથી માથામાં ઇજા થઇ હતી. જયાંથી બાળકને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવમાં પોલીસે હિતેશ પરમાર નામના શખ્સની ધરપકડ કરી હત અને તેના વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. દરમ્યાન આરોપી હિતેશ પરમારના વકિલ દ્વારા કરાયેલી જામીન અરજી જામનગરની સેસન્સ કોર્ટ દ્વારા રદ કરી ફગાવી દેવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular