શહેરની જી.જી.સરકારી હોસ્પિટલ તથા એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ,જામનગર ખાતે તા.14/07/2022 ના રોજ ડો. ચંદ્રા વારિયા, મહેન્દ્ર વારીયા તથા તેમના પરિવાર દ્વારા મગનલાલ વોરા અને રંગીલદાસ વારીયાની યાદગીરી સ્વરૂપે આશરે રૂ. 35 લાખનું ઇકોકાર્ડીયોગ્રાફી મશીન દાનમાં આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જી.જી. હોસ્પિટલ ખાતે દરરોજ આશરે 50 થી 60 ઇકોકાર્ડીયોગ્રાફી કરવામાં આવે છે ત્યારે આ મશીનનો લાભ હોસ્પિટલ ખાતે આવતા ઈકોકાર્ડિયગ્રાફીની જરૂરિયાત વાળા દર્દીઓને મળશે.આ તકે પોતાનું સામાજિક ઋણ અદા કરી જી.જી.હોસ્પિટલને આ પ્રકારની વિશેષ ભેટ અર્પણ કરવા બદલ તમામ દાતાઓનો, મેડિસિન વિભાગના તમામ તબીબઓ તથા આ દાનનીની કામગીરીનું સંકલન કરનાર ડો.સુમન પંડ્યા તથા ડો. ભાણજી કુંડારિયાનું આ પ્રસંગે ડો. નંદીની દેસાઈ ડીન, એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, ડો. દીપક તિવારી, તબીબી અધીક્ષક જી.જી.સરકારી હોસ્પિટલ, તથા ડો. મનીષ મહેતા, મેડીસીન વિભાગના વડા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઇ.સી.સી.યુ.નો તમામ નર્સિંગ સ્ટાફ તથા મેડીસીન વિભાગનાં તબીબીઓ ઉપસ્થિત રહ્યા હતા.