સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. મોદી સરકાર આ સત્રમાં 24 બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર બંને ગૃહોમાં 24 બિલ લાવી શકે છે. બીજી તરફ સંસદના આ સત્રમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓની એન્ટ્રી સેન્ટ્રલ હોલમાં થઈ શકે છે. આ સિવાય મંત્રીઓ અને પૂર્વ સાંસદો પણ સેન્ટ્રલ હોલમાં પ્રવેશ કરી શકશે.લોકસભા અને રાજ્યસભામાં ભાજપનો આંકડો કેટલો છે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો આરામથી બિલ પાસ કરાવી શકે છે. લોકસભામાં બીજેપીના 303 સાંસદો છે અને તેના સહયોગી અપના દળ સોનેલાલ પાસે 2, જેડીયુના 16 છે. તે જ સમયે બીજેડી અને વાયએસઆરસીપી બહારથી સમર્થન આપી શકે છે. આ સિવાય રાજ્યસભામાં એનડીએના 120 સાંસદો છે, જેમાંથી એકલા ભાજપ પાસે 100 સાંસદ છે. આવી સ્થિતિમાં સરકારને બંને ગૃહોમાં બિલ પાસ કરાવવામાં વધારે મુશ્કેલી નહીં પડે.