જામનગર શહેર તથા સમગ્ર હાલાર વિસ્તારમાં અનેકવિધ સેવાક્યિ પ્રવૃતિઓમાં કાર્યરત શ્રી હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુરૂપૂર્ણીમાના પાવન પર્વના દિવસે જામનગરના ગુરૂજનો /આચાર્યો તથા ધો.10 અને ધો.1ર માં ઉચ્ચ ગુણાંકો પ્રાપ્ત કરનારા તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવાનો સમારોહ મ્યુની.ટાઉનહોલમાં ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો.
આ સમારોહના પ્રારંભે જામનગરની વી.એમ઼. મહેતા મ્યુનિ. કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ દીલીપભાઈ આશરે ધો.10 અને ધો.1ર પછી શું ? તે અંગે વિધાર્થીઓને માર્ગદર્શન આપી પસંદગીના ક્ષ્ોત્રમાં મહેનત કરી ઉજજવળ કારકીર્દી સુનિશ્ર્ચીત કરવા સમજાવ્યું હતું. સન્માન સમારોહના આયોજક લાલ પિરવારના જીતુભાઈ લાલે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે અમારા પિતા અને માતુના આર્શિવાદથી અમારા લાલ પિરવારના ટ્રસ્ટો દ્વારા છેલ્લા ધણાં વરસોથી સેવાકાર્યો કરવામાં અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. વેપાર-વ્યવસાય કરવા સાથે સેવાકાર્યો કરવામાં સૌનો સહકારી મળી રહ્યો છે.
જામનગરમાં આરોગ્ય, શિક્ષણ, રમતગમત, ધાર્મીક ઉત્સવો, સામાજીક કાર્યો સહિત વિવિધ ક્ષ્ોત્રોમાં ટ્રસ્ટની સેવા પ્રવૃતિ સાથે એક વટવૃક્ષ સમાન બની રહી છે. કોરોનાકાળમાં ટ્રસ્ટ દ્વારા 30 હજાર ટીફીનની સેવા આપી હતી. સીટી ડીસ્પેન્સરીના સ્થાને નવું બીલ્ડીંગ બનાવવાની સેવાનું સદભાગ્ય પણ મળ્યું છે. કેદાર (માધવ) જીતેન્દ્ર લાલની પુણ્યતિથિ છે અને ગુરૂપુર્ણીમાં પર્વે ગુરૂજનોને વંદન કરવાનો અવસર મળ્યો છે તેમણે સૌને આવકાર આપી સન્માનીત છાત્રોને શુભેચ્છા પાઠવી હતી.
આ ગિરમાપૂર્ણ સમારોહમાં ઉપસ્થિત જીલ્લા કલેકટર ડો. સૌરભ પારધીસાહેબએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક યુગમાં કોઈપણ ક્ષ્ોત્રમાં અને ખાસ કરીને અભ્યાસમાં સિધ્ધી મેળવવા માટે નોલેજ કમ્પાઉન્ડીંગ અને ચોકક્સ દિશાના કોન્સેપ્ટ ખુબ જ જરૂરી છે અને તેમની સફળતાના સંદર્ભમાં વિમાનના ટેક ઓફનું ઉદાહરણ આપી સમજાવ્યું હતું કે ચોકક્સ દિશામાં શરૂઆત થાય તે ઉપયોગી બની રહયો છે અને દિશા નકકી કરવા માટે જીવનમાં ગુરૂનું મહત્વ છે. મહેનત યોગ્ય દિશામાં કરવામાં આવે તો ચોકક્સપણે ધાર્યું પિરણામ મેળવી શકાય છે.
તેમણે લાલ પિરવારના ટ્રસ્ટ ારા છાત્રોને જ સન્માનિત કરવા સાથે સાથે આ જે છાત્રોએ સિધ્ધિ મેળવી છે તેવા છાત્રોને આ ઉંચાઈએ લઈ જનારા શિક્ષકો / ગુરૂજનોનું સન્માન કરી સમગ્ર કાર્યક્રમને એક ગુરૂપૂર્ણીમાનો અવસર બનાવી દીધો છે. તેમણે લાલ પિરવારના અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલના સેવાકાર્યોને બિરદાવી સૌને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં.
જીલ્લા વિકાસ અધિકારી મિહીરભાઈ પટેલસાહેબે પણ તેમના વક્તવ્યમાં ગુરૂનું મહત્વ પોતાના જીવનના મહત્વના ટર્નીંગ પોઈન્ટ સાથે રજુ ર્ક્યું હતું. યુપીએસસીની પરીક્ષાના ત્રીજા પ્રયત્નમાં તેમને ગુરૂના માર્ગદર્શન અને સૂચન પ્રમાણે ફરીથી ફીલોસોફીનો વિષય પસંદ ર્ક્યો અને સમગ્ર ભારતમાં તે વિષયમાં સર્વાધિક માર્કસ મળ્યા તથા પરીક્ષામાં પણ ઉર્તીણ થઈ અધિકારીના પદે પહોંચ્યા. તેમને સમારોહના માહોલને જોઈને જણાવ્યું કે ઓડીટોરીયમમાં દિકરીઓની સંખ્યા સવિશેષ છે જે ખુબ જ ગૌરવની વાત છે તેમણે ઉપસ્થિત સૌ ગુરૂજનો, આચાર્યો, માતા-પિતા-વાલીઓને ગુરૂપૂર્ણીમાના અવસરે વંદન કરી છાત્રોને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં.
જામનગરના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક કૃણાલભાઈ દેસાઈએ તેમના ટુંકા ઉદબોધનમાં જણાવ્યું હતું કે લાલ પિરવારે આજે વિધાર્થીઓનું અને વિધાદાતાઓનું સન્માન કરી ગુરૂપૂર્ણીમા પર્વને યાદગાર અને ઉજળું બનાવી દીધું છે, સારૂ પરીણામ મેળવનાર છાત્રનું સન્માન કરવાથી તેનો આત્મવિશ્ર્વાસ વધે છે અને અન્ય છાત્રો માટે પણ પ્રેરણારૂપ બની રહે છે. તેમણે આવા પ્રેરણાદાયી અને ગુરૂજનોનું બહુમાન કરવાના કાર્યને બિરદાવી સૌને અભિનંદન આપ્યા હતાં.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્સિંહ જાડેજાએ લાલ પિરવારના અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ તેમજ પિરવારના સભ્યો ારા ટ્રસ્ટોના માધ્યમથી છેલ્લા ધણાં વરસોથી કરવામાં આવતી સેવા પ્રવૃતિઓને બિરદાવી હતી. લાલ પિરવારે વધુને વધુ સેવા કાર્યો કરવા સમૃધ્ધ, સક્ષમ અને સુખી બને તેવી પ્રભુ પ્રાર્થના સાથે તેજસ્વી છાત્રોને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં.
જીલ્લાના ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી છત્રપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છાત્રોમાં રહેલી આંતિરક શક્તિને પ્રોત્સાહીત કરવાનું કામ લાલ પિરવારના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહયું છે. જીવનમાં સફળતા અને સિધ્ધિ મેળવવા માટે પ્રોત્સાહન અને પ્રોત્સાહક વાતાવરણ જરૂરી છે. જયારે જીલ્લાના ઈન્ચાર્જ શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટે તેમના પ્રવચનમાં દરેકના જીવનમાં ગુરૂનું મહત્વ સમજાવ્યું હતું પછી તે ગુરૂ શિક્ષણના હોય, આધ્યાત્મીક ગુરૂ હોય કે પછી માતા-પિતાના સ્વરૂપમાં હોય, ગુરૂનું માર્ગદર્શન જરૂરી છે.
આ સમારોહના અંતે મેનેજીગ ટ્રસ્ટી અશોકભાઈ લાલે ખુબ જ ભાવવિભોર શબ્દોમાં જણાવ્યું કે જીવનમાં ધન કમાવવું જરૂરી છે, પણ સાથે સાથે ધનને યોગ્ય સેવાકાર્યોમાં વાપરવું પણ જરૂરી છે.
સમારોહમાં ઉપસ્થિત તમામ છાત્રોને તેમને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભણતરમાં ભલે આગળ વધો પણ ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. ધો.1રવાળા છાત્રો સંકલ્પ કરે કે, તેઓ જીવનમાં આગળ આવી જ પ્રગતિ જાળવી રાખીને ઉચ્ચ પદ પ્રાપ્ત કરે જયારે ધો.10ના છાત્રો ધો.1રમાં વધારે ઉચ્ચ ગુણાંકો મેળવી અમારા ટ્રસ્ટના કાર્યક્રમમાં બે વર્ષ પછી સન્માનના હકકદાર બને અને 6પ0 જેટલા છાત્રોનું સન્માન થયું છે, પણ આગામી વર્ષોમાં અમારે ર000 છાત્રોનું સન્માન કરવું છે. જામનગરના છાત્રો વધુ ને વધુ સિધ્ધિ મેળવે તેવી અપેક્ષા છે.
અશોકભાઈ લાલે સીટી ડીસ્પેન્સરીના સ્થાને રૂપીયા સવા કરોડના ખર્ચે નવું આલિશાન બીલ્ડીંગનું નિર્માણ કરી ફર્નીચર સહીતની સુવિધા ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાઈ હોવા અંગે ખુબ જ સંતોષ વ્યક્ત ર્ક્યો હતો. આ વચ્ચે વિજયા દશમીના દિવસે ર00 દીકરીઓના સમુહ લગ્ન કરવાના સેવા સંકલ્પની જાહેરાત કરવા સાથે દર વર્ષે તેમની માતાના ઉમરના વર્ષ પ્રમાણેની સંખ્યામાં દિકરીઓના સમુહ લગ્નો કરવાનો સંકલ્પ પણ જાહેર ર્ક્યો હતો. તેમણે સૌનો હદયપૂર્વક આભાર વ્યક્ત ર્ક્યો હતો. ખાસ કરીને સમારોહમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતી સૌ માટે પ્રેરણારૂપ બની રહી હતી.
આ સમારોહમાં 70 પર્સેન્ટાઈલથી વધુ ગુણાંકો મેળવનાર ધો.10 અને ધો.1રના છાત્રોને કીટ, પ્રમાણપત્ર આપીને તેમજ ટોપ-10 વિધાર્થીઓને કીટ, પ્રમાણપત્ર તથા મેડલ આપીને સન્માનીત કરાયા હતાં. ત્યારે શહેરની વિવિધ શૈક્ષણીક સંસ્થાના આચાર્યઓનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી બહુમાન ઉપસ્થિત મહાનુભાવોના તેમજ જામનગર શહેરના મહિલા સંસ્થાના વિવિધ હોદેદારો અને અન્ય વિરષ્ઠ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમગ્ર સમારોહનું સંચાલન એડવોકેટ વિરલભાઈ રાચ્છ તેમજ બિમલભાઈ ઓઝા અને વિરષ્ઠ પત્રકાર ગીરીશીભાઈ ગણાત્રાએ ર્ક્યું હતું. સમારોહના અંતે સૌએ ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.