Monday, December 23, 2024
Homeરાજ્યઅનાજ કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી.ના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓ દ્વારા બંધ

અનાજ કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી.ના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓ દ્વારા બંધ

જુદા જુદા ચાર વેપારી એસો. દ્વારા બંધ રખાશે

- Advertisement -
સરકાર દ્વારા અનાજ, કઠોળ તથા ગોળ વિગેરે જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર પાંચ ટકા જી.એસ.ટી. લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો ઠેર-ઠેર વ્યાપક વિરોધ ઊઠવા પામ્યો છે.
અનાજ કઠોળ પરના પાંચ ટકા જી.એસ.ટી.ના વિરોધમાં આજરોજ શનિવારે સમગ્ર રાજ્ય સહિત આપવામાં આવેલા બંધના એલાનમાં ખંભાળિયાના વેપારીઓ પણ જોડાયા છે. જે અંતર્ગત ખંભાળિયાના ગ્રેઈન મર્ચન્ટ એસોસિયેશન, રીટેલ ગ્રેન્ડ એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિયેશન તથા કેટલ ફૂડ મર્ચન્ટ એસોસિયેશન તથા એફ.એમ.સી.જી. એસો.ના વેપારીઓ શનિવારે તેમના ધંધા- રોજગાર બંધ રાખીને જીએસટીનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ બંધમાં જોડાવવા તમામ વેપારીઓને એસોસિએશનના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા અનાજ તથા કઠોળ પર પાંચ ટકા જીએસટી લાગુ કરવાના વિરોધમાં આજે શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડનો અનાજ વિભાગ પણ ભારત બંધમાં સાથે અહીંના માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું.
હાલ કાળઝાળ મોંઘવારીની પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા અનાજ, કઠોળ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પર પણ જીએસટી લાદી દેતાં સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયાના વેપારીઓમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular