રાજકોટ ખાતે આગામી તા.20 ઓક્ટોબરથી લશકરી ભરતી મેળો યોજાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં તબક્કાવાર રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ખાતે આગામી તા. 20 ઓક્ટોબર થી તા. 12 નવેમ્બર દરમિયાન લશકરી ભરતી રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે યોજનારા ભરતી મેળામાં ક્રમશ રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી રેલીને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી, રોજગાર, જિલ્લા પોલીસ સહિત વિવિધ વિભાગો સાથે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું હોવાનું રિક્રુટમેન્ટ મેડિકલ ઓફિસર મેજર વિક્રાંત તલવારે જણાવ્યું છે.