જામનગર શહેર અને જિલ્લામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા તમામ 09 જેટલા બંદરો ઉપર આજે હવામાન ખાતા દ્વારા કરાયેલી નવી આગાહીના પગલે ત્રણ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે, અને માછીમારો એ પોતાની હોળી સલામત સ્થળે રાખવા સૂચના અપાઇ છે.
હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી અનુસાર હાલારના બંને જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાઈ કરંટ જોવા મળી રહ્યો છે, અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે જામનગરના રોજી પોર્ટ, બેડીબંદર, જોડિયા બંદર, સિક્કા બંદર, સચાણા બંદર, સલાયા બંદર, ઓખા બંદર સહિતના હાલારના તમામ 09 બંદરો ઉપર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલો મૂકી દેવામાં આવ્યા છે. તેમજ માછીમારોને માછીમારી બોટોને દરિયા કિનારે સલામત સ્થળે લાંગરવા માટેની પણ જિલ્લા કલેકટર ડો. સૌર પારધી તેમજ ડિઝાસ્ટાર મેનેજમેન્ટ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.