જામનગર શહેરમાં મુલ્લા મેડી વિસ્તારમાંથી રૂા.11,700 ની રોકડ સાથે ચાર શખ્સોને પોલીસે જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શેઠવડાળાના ધ્રાફા નજીકથી પાંચ શખ્સોને જૂગાર રમતા રૂા.11,670 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. ખટીયા ગામમાંથી જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લઇ રૂા.10,190 ની રોકડ કબ્જે કરી હતી. જામનગર શહેરમાં આઠ માળિયા આવાસમાં પાર્કિંગમાં જૂગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શેઠવડાળામાંથી પાંચ મહિલા સહિત આઠ શખ્સોને પોલીસે જૂગાર રમતા ઝડપી પાડયા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં મુલ્લા મેડી વિસ્તારમાં ઘોડીપાસા વડે જૂગાર રમી પૈસાની હાર-જીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હુશેન ઉર્ફે ચાવલ યુનુસ નાલબંધ, શબીર મોહમદ ધમાણિયા, ખલીલ ઈસ્માઈલ ગરાણા, તૌસિફ મહમદ જલાની નામના ચાર શખ્સોને રૂા.11,700 ની રોકડ સાથે દબોચી લીધા હતાંં. દરોડા દરમિયાન મુસ્તકીમ ઉર્ફેે ચીનો મહમદ ફુલવાલા, સોયલ છાતી, આબલો મકરાણી, ઈમલો અબા, કાસમ ઉર્ફે ચાચલો, ઈકબાલ ઉર્ફે ભાયલો નામના શખ્સો નાશી ગયા હોવાથી તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, શેઠવડાળાના ડેરી આંબરડીથી ધ્રાફા તરફ જવાના માર્ગ પર તીનપતિનો જૂગાર રમતા યશવંતસિંહ જેઠુભા જાડેજા, ઇન્દ્રસિંહ ભવાનસિંહ જાડેજા, હરપાલસિંહ જશવંતસિંહ જાડેજા, શકિતસિંહ મુળરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ કિરીટસિંહ જાડેજા નામના પાંચ શખ્સોને રૂા.11,670 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, લાલપુર તાલુકાના ખટીયા ગામમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન કાના મુરૂ ખરા, અનિલ અશોક અરઠીયા, દિલીપ પ્રવિણ વીરમગામા, વલ્લભભાઇ દામજીભાઇ તાળા, હીરા ખીમા ખરા, જીગર ઉર્ફે લખમણ પાલા ખરા અને કિશોર મંગા ખરા નામના સાત શખ્સોને રૂા.10190 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરમાં ઈડબલ્યુએસ આઠ માળિયા આવાસના પાર્કિંગમાંથી તીનપતિનો જૂગાર રમતા ચેતન રામજી મંડોરા, નાનજી લખમણ સોલંકી અને બે મહિલા સહિત ચાર શખ્સોને દરોડા દરમિયાન ઝડપી લઇ તેની પાસેથી રૂા.7700 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામજોધપુરના શેઠવડાળામાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા દરમિયાન નાથા ચના ઝાંપડા, ઝખરા પોપટ વાઢેર, પ્રવિણ રામા ઝાંપડા અને પાંચ મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી લઇ રૂા.4870 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.