Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોરીદળના ખેતરમાં બળદે સીંગ મારતા યુવાનનું મોત

મોરીદળના ખેતરમાં બળદે સીંગ મારતા યુવાનનું મોત

ઘાસચારો નાખવા ગયેલા યુવાન ઉપર પશુનો હુમલો : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના મોરીદળ ગામમાં રહેતાં અને ખેતીકામ કરતો યુવાન તેના ખેતરમાં બળદને ઘાસચારો નાખવા ગયો હતો ત્યારે એકાએક બળદે યુવાનને પડખામાં સીંગ મારતા ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોરીદળ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ચંદુભાઈ ભાણાભાઈ લાલકીયા (ઉ.વ.35) નામનો યુવાન ગત તા.12 ના મંગળવારે સાંજના સમયે તેના ખેતરમાં રહેલાં બળદને લીલુ (ઘાસચારો) નાખવા ગયો હતો ત્યારે બળદે યુવાનને પડખામાં સીંગ મારતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની વિઠ્ઠલભાઈ સરમાણી દ્વારા જાણ કરાતા હેકો એચ.કે. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular