Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબે વર્ષ બાદ યોજાશે કાવડ યાત્રા

બે વર્ષ બાદ યોજાશે કાવડ યાત્રા

12 ઓગષ્ટ સુધી ચાલનારી કાવડા યાત્રા માટે જાહેર કરવામાં આવ્યો રૂટ

- Advertisement -

આવતીકાલથી કાવડ યાત્રા શરૂ થશે. આ યાત્રા 12 ઓગસ્ટ સુધી ચાલશે. જે પશ્ચિમ યુપી થઈને નોઈડા બાદ દિલ્હીમાં પ્રવેશે છે. યાત્રા ગાઝિયાબાદ થઈને નોઈડામાં પ્રવેશીને તેઓ દિલ્હી થઈને પોતપોતાના રાજ્યો અને શહેરો માટે રવાના થશે. ત્યારે યાત્રાને લઇ ચિલ્લા રેગ્યુલેટરથી શનિ મંદિર કટથી કાલિંદી કુંજ સુધી, નોઈડા પોલીસે ઓખલા બેરેજની એક લેન સામાન્ય વાહનચાલકો માટે સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આ યાત્રા 12 ઓગસ્ટ સુધી ચાલશે. પશ્ર્ચિમ યુપી થઈને કાવડ યાત્રા નોઈડા બાદ દિલ્હીમાં પ્રવેશે છે. તેને જોતા નોઈડા અને દિલ્હી પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

- Advertisement -

ટ્રાફિક પ્લાન પર મોટાભાગની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મથુરા, રાજસ્થાન અને હરિયાણા તરફ જતી કાવડ યાત્રા પણ અહીંથી પસાર થાય છે. ગાઝિયાબાદ થઈને નોઈડામાં પ્રવેશીને તેઓ દિલ્હી થઈને પોતપોતાના રાજ્યો અને શહેરો માટે રવાના થાય છે. જેના કારણે હિંડન કેનાલ અને ઓખલા બર્ડ વિહાર રોડ માટે ખાસ રૂટ નક્કી કરવામાં આવ્યો છે. 301-9 પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે રૂટ ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવ્યો છે. કાવડ યાત્રા માટે તૈયાર કરવામાં આવી રહેલા ટ્રાફિક પ્લાન મુજબ કાવડ યાત્રા ચિલ્લા રેગ્યુલેટર દ્વારા નોઈડામાં પ્રવેશે છે. અહીંથી યાત્રા મહામાયા ફ્લાયઓવર થઈને કાલિંદી કુંજ પહોંચે છે. અહીંથી દિલ્હીમાં પ્રવેશતાં આગળ જતાં તે વધી જાય છે. ચિલ્લા રેગ્યુલેટરથી શનિ મંદિર કટથી કાલિંદી કુંજ સુધી, નોઈડા પોલીસે ઓખલા બેરેજની એક લેન સામાન્ય વાહનચાલકો માટે સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. (અનુ. પાના 6 ઉપર)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular