Friday, January 10, 2025
Homeરાષ્ટ્રીયકાલથી તમામ લોકોને બુસ્ટર ડોઝ મફત

કાલથી તમામ લોકોને બુસ્ટર ડોઝ મફત

- Advertisement -

દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હવે બુસ્ટર ડોઝ પણ ફ્રીમાં મળશે. 18 થી 59 વર્ષની ઉંમરના લોકોને આ સુવિધા સરકારી વેક્સિનેસન કેન્દ્રો પર મળી શકશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈથી વિશેષ અભિયાન હેઠળ આ સુવિધા આપવામાં આવશે. આ અભિયાન 75 દિવસ સુધી ચાલશે. આ અભિયાન હેઠળ પહેલા લેવામાં આવેલા 2 વેક્સિન ડોઝની જેમ જ લોકો સરકારી કેન્દ્રોમાં જઈને બુસ્ટર ડોઝ લઈ શકાશે. કોરોના સંક્રમણ દરમાં છેલ્લા કેટલાક સમયથી વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ સરકારે લોકોને બુસ્ટર ડોઝ લેવાની વિનંતી કરી છે.

- Advertisement -

જો કે, એક વર્ગની માગ હતી કે, પ્રથમ બે વેક્સિનની જેમ જ બુસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવો જોઈએ. આ દરમિયાન હવે સરકારે આ વેક્સિનને પણ ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે. સરકારી અધિકારીઓએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર 75 દિવસનું વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. અત્યાર સુધીમાં 18થી 59 વર્ષની ઉંમરના 77 કરોડ લોકોમાંથી માત્ર 1% લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે, ફ્રી વેક્સિનેસનની પહેલથી આ આંકડામાં વધારો થશે અને લોકો સરકારી કેન્દ્રો પર જઈને રક્ષણ માટે બુસ્ટર ડોઝ લેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular