જોડિયાના કુન્નડ ગામમાંથી પોલીસે રેઈડ દરમિયાન જૂગાર રમતા સાત શખ્સોને દબોચી લઇ મોબાઇલ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નરેન્દ્ર તુલસી ગોહિલ, અબ્દુલ કાદર ખમીસા સમેજા, રમેશ ખોડાજી પીંગળ, અજીજ અકબર સાયચા, ધર્મેન્દ્રસિંહ પુનાજી જાડેજા, સલીમ યુનુસ ખીયાણી અને ગફાર આમદ પીપર નામના સાત શખ્સોને રૂા.12580 ની રોકડ તથા ગંજીપના અને રૂા.19000 ની કિંમતના છ મોબાઇલ મળી કુલ રૂા.31580 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.