Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબાળા ગામના માનસિક બીમાર વૃધ્ધાનો આપઘાત

બાળા ગામના માનસિક બીમાર વૃધ્ધાનો આપઘાત

સૂર્યપરા જવાના માર્ગ પરના ચેકડેમમાં ઝંપલાવ્યું : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના બાળા ગામમાં રહેતાં માનસિક બીમાર વૃધ્ધાએ તેના ઘરેથી નિકળીને સૂર્યપરા ગામમાં જવાના રસ્તે આવેલા ચેક ડેમમાં પડીને આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના બાળા ગામમાં આવેલી સુથાર શેરીમાં રહેતા રમાબેન મનસુખભાઈ પીઠડીયા (ઉ.વ.65) નામના વૃધ્ધા છેલ્લાં માનસિક બીમાર હતા અને આ દરમિયાન બુધવારે વહેલીસવારના સમયે તેના ઘરેથી નિકળી જઇ સૂર્યપરા ગામે જવાના માર્ગ પર આવેલા આશાપુરા ફાર્મ સામેના ચેકડેમમાં પડીને આપઘાત કર્યો હતો. આ અંગેની મૃતકના પુત્ર જીજ્ઞેશ દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular