જામનગર શહેરમાં થઇ રહેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતાં. તેમજ વરસાદી પાણીને પરિણામે ગંદકી ફેલાઇ હતી. આજે મેઘરાજાએ વિરામ લેતાં જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી. તેમજ ગંદકી અને મચ્છરો ન ફેલાઇ તે માટે તકેદારીના ભાગરૂપે ડીડીટીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વોર્ડમાં કચરા પેટીઓ પાસે તેમજ ગંદકી હટાવી ડીડીટી છાંટી સફાઇ હાથ ધરવામાં આવી હતી.