Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ

ખંભાળિયા નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ

મોટી માત્રામાં પ્લાસ્ટિક કબજે લેવાયું: વેપારીઓ દંડાયા

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકતા આદેશો જારી કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તંત્ર દ્વારા આ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે વિવિધ પ્રકારની હલકી ગુણવત્તાવાળી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જિલ્લા તંત્રના સંકલન તથા મીટીંગ બાદ વેપારીઓ આ પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉપયોગ બંધ કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ શહેરના વેપારીઓએ આવા પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉપયોગ જારી રાખવામાં આવતા ઉચ્ચ કક્ષાએથી આવેલા કડક આદેશોના અનુસંધાને આજરોજ ખંભાળિયા નગરપાલિકા સ્ટાફ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું.

તે અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાલિકા સ્ટાફ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝબલા કોથળી, ડીશ, કપ, વાટકા સહિતની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી, આવા વેપારીઓ પાસેથી 500 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું.

- Advertisement -

આટલું જ નહીં, આ વેપારીઓ પાસેથી રૂપિયા 1,000 નો રોકડ દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. શહેરમાં નિયમ મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તથા વેચાણ વેપારીઓ ત્યજી દયે તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular