જામનગર શહેરના દિ.પ્લોટમાંથી પોલીસે દરોડા દરમિયાન 10 શખ્સોને રૂા.27,300 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શેઠવડાળાના બગધરા ગામાંથી છ શખ્સોને પોલીસે જૂગાર રમતા ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના ઝાખર ગામમાં દરોડા દરમિયાન પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં દિ.પ્લોટ વિસ્તારમાં ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની પોલીસે મળેલી બાતમીના આધારે ભીખુ ઉર્ફે તીડી અમૃતલાલ માવ, વિશાલ સુરેશ પરિયાણી, ભરત રણછોડ ચાન્દ્રા, કેતન હરીશ હરવરા, પંકજ હીરા દુલાણી, હરેશ પરસોતમ ખાનીયા, હરેશ જેરામ ભદ્રા, પ્રકાશ હરેશ ખાનીયા, હંસરાજ અરજણ હુરબડા અને રમેશ પ્રેમજી ભદ્રા નામના 10 શખ્સોને રૂા.27,300 ની રોકડ અને ઘોડીપાસાના બે નંગ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, શેઠવડાળાના બગધરા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા પિયુષ રમેશ બાબરિયા, અજય મનસુખ બાબરિયા, રમેશ મેઘા બાબરિયા, મુકેશ જીવા બાબરિયા, મહેશ કારા બગડા, કિશોર મેઘા બાબરિયા નામના છ શખ્સોને રૂા.10240 ની રોકડ અને ગંજીપના તથા ચાર મોબાઇલ મળી કુલ રૂા.18240 નો મુદ્દામાલ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, લાલપુર તાલુકાના ઝાખર ગામમાં તીનપતિનો જૂગાર રમતા મનસુખ ઘોઘુ લાલવાણી, સિધ્ધરાજસિંહ પુજાજી જાડેજા અને અનિરૂધ્ધસિંહ રાજમલસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોને રૂા.10860 ની રોકડ અને ગંજીપના સાથે દબોચી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.