- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુરેન્દ્રનગર બાજુથી બદલી પામીને આવેલા એક વિવાદાસ્પદ પોલીસ કર્મીની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં અગાઉ એએસઆઇ તરીકે ફરજ બજાવતા હસમુખ હીરાભાઈ પારઘીએ થોડા સમય પૂર્વે એક યુવાનને બેફામ મારવા તથા આશરે બે માસ પૂર્વે એક કાર અકસ્માત સર્જી તેની કારમાંથી વિદેશી દારૂ મળી આવવાના પ્રકરણમાં તેને બે-બે વખત સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ પછી ગૃહ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ કર્મીની તાપી જિલ્લામાં બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત ખુશાલ મૂળજીભાઈ પરમાર નામના પોલીસ કર્મચારીની બદલી પણ ભરૂચ જિલ્લામાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -