Monday, December 23, 2024
Homeરાજ્યગેરકાયદેસર જથ્થા સંદર્ભે આઠ દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ

ગેરકાયદેસર જથ્થા સંદર્ભે આઠ દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ

જિલ્લા પુરવઠા અધિકારીનું આકરું પગલું

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી તંત્રમાં ભારે ચર્ચાસ્પદ બની ગયેલા સરકારી અનાજના જથ્થાના પ્રકરણમાં પુરવઠા અધિકારી તથા પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -

ભણવડ તાલુકાના શેઢાખાઈ ગામેથી તાજેતરમાં રૂપિયા સવા નવ લાખની કિંમતના ઘઉં તથા ચોખાના ગેરકાયદેસર રીતે સાંપડેલા સરકારી અનાજના જથ્થા સંદર્ભે કુલ સોળ જેટલા આસામીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાય છે. આ પ્રકરણમાં તાજેતરમાં સ્થાનિક કર્મચારીઓની બદલી તેમજ પોલીસ ફરિયાદના ધમધમાટ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પાર્થ કોટડીયા દ્વારા એક ડઝન જેટલા મંડળીના સંચાલકો સહિતના આસામીઓ સામેની ફરિયાદ પછી પણ આકરું વલણ દાખવી, ભાણવડ પંથકની આઠ વ્યાજબી ભાવની દુકાનદારોના લાયસન્સ કર્યા છે.
આ સાથે તેમના ગ્રાહકોને મળવાપાત્ર સરકારી અનાજ અન્ય સ્થળેથી મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ યાદીમાં ભાણવડના દુકાનદાર રમણીલાલ ગોવિંદભાઈ રાઠોડ, ભાણવડ મહિલા ગ્રાહક સહકારી ભંડાર લી., સૌરાષ્ટ્ર અનુ. જનજાતિ ઉ. મંડળી- ભાણવડ, ગોંડલીયા હિરેન આત્મારામ- વેરાડ, જાડેજા જ્યોતિબા હકુમતસિંહ- ભેનકવડ, કરમુર રામભાઈ ડાડુભાઈ – કલ્યાણપુર, બરાઈ નગીન અરજણભાઈ – શેઢાખાઈ, તથા પ્રકાશ રતિલાલ કુંડલીયા- ભાણવડનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે પણ આ પ્રકરણમાં ચાર દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તંત્રના આ પગલાંથી કાળાબજારીયા તત્વોમાં દોડધામ મચી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular