ગુજરાત ATSએ કચ્છમાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં કચ્છના મુંદ્રા બંદરેથી 70 કિલો હિરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત અઝજએ આ અંગે કાર્યવાહી હાથધરી છે.
રાજ્યમાં નશાનું દુષણ વધી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું હેરોઈન છેલ્લા ઘણા સમયથી પકડાઈ રહ્યું છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર દરિયાઈ માર્ગે હેરોઈન ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કોડે સપાટો બોલાવી કચ્છના મુંદ્રા બંદરેથી વધુ 70 કિલો હિરોઈન જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 350 કરોડ રૂપિયા થાય છે. આ જથ્થો દુબઈથી ક્ધટેનરમાં આવ્યો હતો. આ મામલે વિશેષ તપાસ થઈ રહી છે જેમાં અનેક મોટા ખુલ્લાસાઓ થવાની સંભાવના છે.