જામનગર શહેરમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રોકડ, મોબાઇલ અને બાઈક સહિત રૂા.52,950 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. દરોડા દરમિયાન નાશી ગયેલ શખ્સોની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. જામનગરના ધુતારપર ગામમાંથી નવ શખ્સોને રૂા.14,330 ની રોકડ સાથે જૂગાર રમતા દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાપામાંથી ત્રણ શખ્સોને રૂા.2650 ની રોકડ સાથે આંતરી લઇ નાશી ગયેલ શખ્સની શોધખોળ હાથ ધરી હતી. ધ્રોલમાંથી ચાર શખ્સોને રૂા.11360 ની રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂા.12360 ના મુદ્દામાલ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર પોલીસ દ્વારા શહેર તથા જિલ્લામાં જૂગાર સંબંધિત દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં વારિયા મસ્જિદની પાછળ પીલુડી શેરીમાં જાહેરમાં ગંજીપના વડે તીનપતિનો જુગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન શબ્બીર રહીમ બ્લોચ, શકીલ વલીમામદ પીઠડિયા, હુશેન કાસમ આંબલિયા, સિદીક સુલેમાન ડાકોરા, અલ્તાફ વલીમામદ ઓડીયા, અસલમ હનીફ સાટી નામના છ શખ્સોને રૂા.27,450 ની રોકડ, રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા.500 ની કિંમતનો એક લાવાનો મોબાઇલફોન, રૂા.15000 ની કિંમતનું એક બાઈક મળી કુલ રૂા.52,950 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલ મકસુદ હારુન ચાકી, બોદુ મહમદ ડાકોરા, મોન્ટુ અલાઉદીન વારિયા અને બાબુ ઉર્ફે બાબલો ગાઠીયાવાળો નામના ચાર શખ્સોની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના ધુતારપર ગામમાં પોલીસે તીનપતિનો જૂગાર રમતા સવજી હિરા મોભેરા, રમેશ જેઠા રાઠોડ, કાંતિ ચકુ રાઠોડ, દિનેશ દેવશી રાઠોડ, ચંદ્રકાંત રામદાસ ચૌહાણ, દિનેશ જીવા વાઘેલા, જમીન ભીમા પરમાર, અરવિંદ ગુલાબ રાઠોડ, દિનેશ રામદાસ ચૌહાણ નામના નવ શખ્સોને દબોચી લઇ રૂા.14,330 ની રોકડ તથા ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, હાપા ખારી વિસ્તારમાંથી પોલીસે દરોડા દરમિયાન ગંજીપના વડે તીનપતિનો જૂગાર રમતા મોહનસિંઘ અશોકસિંઘ ભાટીયા, સુજરસિંઘ મનમોહનસિંઘ તલીપીથીયા, બલવિન્દરસિંઘ મનમોહનસિંઘ તીલપીથીયા નામના ત્રણ શખ્સોને રૂા.2650 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન નાશી ગયેલ અવતારસિંઘ ઉતમસિંઘ ખીચી નામના શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
ચોથો, ધ્રોલ ગામમાં વાઘેશ્ર્વરી શેરીમાં તીનપતિનો જૂગયાર રમી પૈસાની હારજીત કરાતા સ્થળે પોલીસે દરોડા દરમિયાન રઉફ શકુર ડોશાણી, વિજય ઉર્ફે મનોજ ખેંગાર પરમાર, ઈમરાન ઉર્ફે જોન્ટી ઉર્ફે ઈમલો સીરાજ રફાઈ, તોસિફ ફારુક ડોસાણી નામના ચાર શખ્સોને રૂા.11360 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી રૂા.1000 ની કિંમતના બે મોબાઇલ મળી કરી કુલ રૂા.12,360 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.