ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા ભીખાભાઈ સોમાભાઈ મકવાણા નામના યુવાનને રવિવારે ઝેરી સર્પે દંશ દેતા તેમને સારવાર અર્થ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ દેવરાજભાઈ નથુભાઈ મકવાણાએ અહીંની પોલીસને કરી છે.