ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા જગદીશ ઉર્ફે જગુ નારણ છેતરીયા નામના 33 વર્ષના આહીર શખ્સ દ્વારા પોતાના મોબાઈલમાં રહેલી માસ્ટર આઈ.ડી.માંથી અન્ય કેટલાક શખ્સોને તેઓના ફોનમાં આઈ.ડી. આપી, તેના બદલામાં તેઓ પાસેથી રોકડા રૂપિયા લઇ અને સિક્કા (કોઇન) મારફતે રમવામાં આવતા જુગાર અંગેની કામગીરી કરી, પોલીસે આરોપી જગદીશ ઉર્ફે જગુ છેતરીયાની અટકાયત કરી, તેની પાસેથી રૂપિયા 1.45 લાખ રોકડા, રૂ. 5,000 ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા રૂપિયા 50,000 ની કિંમતની એક મોટરકાર મળી કુલ રૂ. 2,00,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની વધુ પૂછપરછ તથા તપાસમાં ઉપરોક્ત શખ્સ દ્વારા અમિત રુપારેલ, ગોપ ગામના મુકેશ પાથર, લાલપુરના ઋષિ મજેઠીયા તથા અન્ય એક મોબાઈલ નંબર 96 87 34 9377 વાળા શખ્સોના નામ ખુલવા પામ્યા છે. જે સંદર્ભે પોલીસે જુગાર ધારાની કલમ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.