Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરજોડિયામાં આજે બપોર સુધીમાં વધુ સવા ઇંચ વરસાદ

જોડિયામાં આજે બપોર સુધીમાં વધુ સવા ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન બાલંભામાં 3 ઇંચ, પીઠડમાં પોણા બે ઇંચ, લતીપુરમાં સવા ઇંચ તથા વાસજાળિયા-ધ્રાફા-પરડવા-શેઠવડાળા અને વસઇમાં એક-એક ઇંચ વરસાદ

- Advertisement -

જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં અડધા ઇંચથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જામનગરમાં તાલુકા વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ છેલ્લા બે દિવસથી વરસી રહેલો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જોડિયા તાલુકાના બાલંભામાં ત્રણ ઇંચ, પિઠડમાં પોણા બે ઇંચ, ધ્રોલના લતિપુરમાં સવા ઇંચ તેમજ જામજોધપુરના વાસજાળિયા, ધ્રાફા, પરડવા, શેઠવડાળા અને વસઇમાં એક-એક ઇંચ વરસાદ વરસયો હતો.હવામાન વિભાગની આગાહીના પગલે આગામી દિવસોમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસે તો તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી થઈ શકે તે હેતુથી એનડીઆરએફની એક ટુકડી જરૂરી સાધન સામગ્રી સાથે જામનગર અને એક ટુકડી દ્વારકા જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, મુકેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગર ફાયર સ્ટેશને અને એક કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

- Advertisement -

જામનગરમાં શનિ-રવિ દરમિયાન સચરાચર મેઘકૃપા જોવા મળી હતી. વરસાદના પરિણામે ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યા હતાં. ભારે વરસાદને પરિણામે કેટલાંક વિસ્તારોમાં માર્ગો પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. આજે સવારે 6 થી 12 દરમિયાન કાલાવડ તાલુકામાં 10 મીમી, જામજોધપુરમાં 2 મીમી, જામનગર શહેરમાં 6 મીમી, જોડિયામાં 35 મીમી, ધ્રોલમાં 16 મીમી વરસાદ નોંધાયો હતો.

જામનગર શહેર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ મુકામ કર્યો છે. શનિવાર તથા રવિવાર દરમિયાન છેલ્લા 48 કલાકમાં કાલાવડ તાલુકામાં 11 મીમી, જામજોધપુરમાં 11 મીમી, જામનગર શહેરમાં 16 મીમી, જોડિયામાં 33 મીમી, ધ્રોલમાં 25 મીમી તથા લાલપુરમાં 18 મીમી વરસાદ નોંધાયો છે. તાલુકાની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાળાડિબાંગ વાદળો વચ્ચે વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આજે સવારથી જામનગર શહેર-જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે કાલાવડમાં અડધો ઇંચ, જોડિયામાં સવા ઇંચ, ધ્રોલમાં પોણો ઇંચ તેમજ જામનગર તથા જામજોધપુરમાં વરસાદી ઝાપટા રહ્યાં હતાં.

- Advertisement -

જામનગર જિલ્લાના પીએચસી ખાતે નોંધાયેલ વરસાદ મુજબ આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન જામનગર તાલુકાના વસઇમાં 25 મીમી, લાખાબાવળમાં 10મીમી, મોટી બાણુંગારમાં 5 મીમી, ફલ્લામાં 16 મીમી, જામવંથલીમાં 5 મીમી, જોડિયા તાલુકાના હડિયાણામાં 17 મીમી, બાલંભામાં 80 મીમી, પીઠડમાં 45 મીમી, ધ્રોલ તાલુકાના લતીપુરમાં 35 મીમી, જાલિયાદેવાણીમાં 20 મીમી, લૈયારામાં 9 મીમી, કાલાવડ તાલુકાના નિકાવામાં 15 મીમી, ખરેડીમાં 20 મીમી, મોટાવડાળામાં 15 મીમી, ભ-ભેરાજામાં 5 મીમી, નવાગામમાં 22 મીમી, મોટાપાંચ દેવડામાં 20 મીમી, જામજોધપુર તાલુકાના સમાણામાં 5 મીમી, શેઠવડાળામાં 25 મીમી, જામવાડીમાં 17 મીમી, વાંસજાળીયામાં 28 મીમી, ધુનડામાં પાંચ મીમી, ધ્રાફામાં 25 મીમી, પરડવામાં 22 મીમી, લાલપુર તાલુકાના પીપરટોડામાં 4મીમી, ભણગોરમાં 3 મીમી, મોટાખડબામાં 4 મીમી, મોડપરમાં 3 મીમી, ડબાસંગમાં 6મીમી વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવાર સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન જામનગર તાલુકાના મોટીબાણુંગારમાં પાંચ મીમી, જોડિયા તાલુકાના હડિયાણામાં 2 મીમી, બાલંભામાં 10 મીમી, પીઠડમાં 5 મીમી, ધ્રોલ તાલુકાના લતીપુરમાં 10 મીમી, કાલાવડ તાલુકાના ખરેડીમાં 25 મીમી, મોટાવડાળામાં 5 મીમી, નવાગામમાં 25 મીમી, મોટાપાચદેવડામાં 40 મીમી, જામજોધપુરના સમાણામાં 13 મીમી, શેઠવડાળામાં 5 મીમી, જામવાડીમાં 5 મીમી, વાસજાળીયામાં 19 મીમી, ધુનડામાં 10 મીમી, ધ્રાફામાં 10 મીમી, પરડવામાં 5 મીમી, લાલપુર તાલુકાના ભણગોરમાં 30 મીમી, મોટાખડબામાં 8 મીમી, મોડપરમાં 2 મીમી તથા ડબાસંગમાં 6 મીમી પાણી પડયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular