Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપ્રમુખ પાર્ક વિસ્તારમાં વિજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ

પ્રમુખ પાર્ક વિસ્તારમાં વિજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ

- Advertisement -

જામનગરમાં સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલા પ્રમુખ પાર્ક વિસ્તારમાં વિજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવાર વિજળી ગુલ થવાને કારણે આ વિસ્તારમાં રહેતાં 100 થી વધુ પરિવારોની હાલત ખરાબ થઇ ગઇ છે.

- Advertisement -

ચોમાસું શરૂ થયા પહેલાં જ આ વિસ્તારમાં સર્જાતા વીજ ધાંધિયાને કારણે તેમજ વોલ્ટેજમાં થતાં વધ-ઘટથી રહેવાસીઓના વીજ ઉપકરણોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. આ અંગે વિજ કચેરીએ રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.હાલમાં વરસાદની સિઝન ચાલુ હોવાને કારણે વિજ ધાંધિયાથી ત્રસ્ત લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વિસ્તારના રહેવાસીઓએ વિજળીની સમસ્યા દૂર કરવા માટે સોસાયટીમાં તાત્કાલિક એક વધારાનું ટ્રાન્સફોર્મર મુકવા માંગણી કરી છે. વિજ સમસ્યા અંગે સોસાયટીના આગેવાનોએ વિજ કંપની ઉપરાંત વોર્ડ નં.7 ના કોર્પોરેટર તેમજ જામ્યુકોના પદાધિકારીઓને પણ રજુઆત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular