ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા ખારવા રમેશભાઈ રામજીભાઈ રાઠોડની 17 વર્ષીય પુત્રી સગુલાબેન કે જે અભ્યાસ કરતી હોય, તેણી શાળાએથી ઘરે મોડી પરત ફરતા આ બાબતે તેણીને માતાએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી વ્યથિત થયેલી સગુલાએ ગત તારીખ 4ના રોજ પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ મૃતકના પિતા રમેશભાઈ રામજીભાઈ રાઠોડએ ઓખા મરીન પોલીસને કરી છે.