દેવભૂમિ દ્વારકા તાલુકાના વરવાળા ગામે દૂધેલી તળાવ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલક એવા હુશેન સાલેમામદ હુશેન કેર નામના 35 વર્ષના મુસ્લિમ ભડેલા શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળે આરોપી શખ્સે પોતાના અંગત કાયદા માટે છુપાવીને રાખેલો રૂપિયા 19,380 ની કિંમતનો 1.938 કિલોગ્રામ ગાંજો પોલીસે કબજે કર્યો હતો.
આથી પોલીસે રૂ. એક હજારની કિંમતના એક મોબાઈલ તેમજ વજન કાંટો વિગેરે મળી, કુલ રૂપિયા 20,580 ના મુદ્દા માલ સાથે આરોપી હુશેન કેરની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં રાજકોટમાં રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા ઈસ્માઈલશા ઉમરશા શાહ નામના શખ્સની પણ સંડોવણી ખુલવા પામી છે.
દ્વારકા પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.એન. વાંઝાને સોંપવામાં આવી છે.