ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા બહાદુરભા કારાભા માણેક નામના 29 વર્ષના યુવાને શનિવારે પોતાના રહેણાંક મકાને પોતાના રૂમમાં પંખા પર ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો.
આ યુવાનને દારૂ પીવાની આદત હોવાથી તાજેતરમાં દારૂ પીને પોતાના ઘરે જતાં તેના માતા-પિતાએ તેને સમજાવતા તેને મનમાં લાગી આવતા તેણે આ પગલું ભર્યું હોવાનું મૃતકના મોટાભાઈ જાલાભા કારાભા માણેક (ઉ.વ. 32) એ સ્થાનિક પોલીસમાં જાહેર કર્યું છે.