કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે દીનેશભા ભાયાભા માણેક નામના 32 વર્ષના હિન્દુ વાઘેર યુવાને આ જ ગામના રાહુલ ઉર્ફે લાલો વિરમભા માણેક નામના શખ્સ સામે બિભત્સ ગાળો કાઢી, લોખંડનો પાઈપ ફટકારીને ઈજાઓ કરવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આરોપી રાહુલ ઉર્ફે લાલો માણેકનું સગપણ એક વ્યક્તિ દ્વારા પોતાની સાળી સાથે કરાવ્યા બાદ તેમણે જ દોઢેક માસ પહેલા રાહુલના છૂટાછેડા કરાવેલ. તે બાબતનો ખાર રાખી, આરોપી દ્વારા હૂમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.