સલાયા તથા આજુબાજુના વિસ્તારમાં સારો વરસાદ પડતાં ઉપરવાસમાં સલાયા-ગોઇંજ કોઝ-વેમાં ઉપરથી પાણી વહી રહ્યું હતું. આ રસ્તાને તાત્કાલિક અસરથી જિલ્લા કલેકટરએ બંધ કરેલ છે. જ્યાં સુધી પાણી ઉતરી ન જાય ત્યાં સુધી સલામતિના કારણોસર આ કોઝ-વે રસ્તો બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.