Wednesday, December 25, 2024
Homeઆંતરરાષ્ટ્રીયયુકેના વડાપ્રધાન પદ માટે દાવેદારી નોંધાવતા ઋષિ સુનકે

યુકેના વડાપ્રધાન પદ માટે દાવેદારી નોંધાવતા ઋષિ સુનકે

- Advertisement -

પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે ગઈકાલે બોરિસ જોનસનના રાજીનામા બાદ બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા માટે દાવો રજૂ કરવાનું એલાન કર્યું છે. સુનકે ટ્વીટર પર શેર કરેલા એક કેમ્પેઈન વીડિયોમાં કહ્યું કે, હું કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી નેતા અને તમારા વડાપ્રધાન બનવા માટે ઊભો છું. ચાલો આત્મવિશ્વાસ પુન:સ્થાપિત કરીએ અર્થવ્યવસ્થાનું પુનર્નિર્માણ કરીએ અને દેશને ફરીથી જોડીએ.

- Advertisement -

ઋષિ સુનકના દાદા-દાદી પંજાબથી આવ્યા હતા. ઋષિ સુનકે ઓગષ્ટ 2009માં ભારતીય અબજપતિ એન.આર.નારાયણ મૂર્તિ, ઈન્ફોસિસના સંસ્થાપકની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગન કર્યા હતા. અક્ષતા અને સુનકની મુલાકાત કોલિફોર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. તેમની બે પુત્રીઓ છે.રાજકોષના ચાન્સેલરના રૂપમાં સુનકના રાજીનામા બાદ બોરિસ જોનસન કેબિનેટમાં રાજીનામાથી હલચલ મચી ગઈ હતી અને તેમને પદ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું. જો ઋષિ સુનક શીર્ષ સીટ જીતશે તો તેઓ બ્રિટિશ પીએમ બનનાર પ્રથમ ભારતીય મૂળના નાગરિક હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular