જામનગર તાલુકાના અલિયા ગામમાં હબીબનગર વિસ્તારમાં રહેતાં યુવાનને પિતાએ આપેલા ઠપકાનું લાગી આવતા તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયા ગામમાં હબીબનગર વિસ્તારમાં રહેતાં બટુક ઉર્ફે જકાત હરજીભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.38) નામના યુવાનને તેના પિતા હરજીભાઇએ એક માસ પહેલાં જેલમાંથી છોડાવવા માટે તેમનું મકાન વેંચી દીધું હતું અને આ મકાનના વેચાણ પેટેેના થોડા પૈસા બાકી હતા જે લેવા માટે બટુકે તેના િ5તાજીને કહેતાં હરજીભાઇએ ‘તારા પૈસા લેવા જવું નથી. તું પૈસા વાપરી નાખશ.’ આમ કહેતા મનમાં લાગી આવતા બટુકે શુક્રવારે સવારના સમયે તેના ઘરે છતના હુંકમાં હીરની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ અંગેની મૃતકના પિતા હરજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.