Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભારે વરસાદની પરિસ્થિતિમાં ફરિયાદોના નિવારણ અર્થે કમિશનર દ્વારા મિટીંગ યોજાઇ

ભારે વરસાદની પરિસ્થિતિમાં ફરિયાદોના નિવારણ અર્થે કમિશનર દ્વારા મિટીંગ યોજાઇ

- Advertisement -

જામનગર શહેરમાં વરસાદ દરમ્યાન આવતી ફરિયાદોનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે કમિશનરના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ હતી.

- Advertisement -

જામનગરમાં વરસાદ દરમ્યાન પાણી ભરાવા સહિત અનેક સમસ્યાઓ સર્જાતી હોય જેને ધ્યાને લઇ જામનગર મહાનગર પાલિકા દ્વારા ફલડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.આજરોજ જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા ફલડ કંટ્રોલ રૂમ ખાતે મીટીંગ યોજાઇ હતી અને ભારે વરસાદની પરિસ્થિતીમાં ફરિયાદોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા અને નિચાણ વાળા વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરી સાવચેત કરવા તથા વોર્ડ વાઇઝ મોનિટરીંગ કરવા સુચના આપી હતી.

આ તકે નાયબ કમિશનર વસ્તાણી, આસી.કમિશનર પંડયા, સીટી ઇજનેર બી.એન.જાની સહિત શિફટ વાઇઝ નોડલ ઓફિસર તથા ફરજ પરના નાયબ ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular