જામનગરમાં બાલાજી વાયર કટના નામથી વ્યવસાય કરતા મયુર પ્રદિપ બકરાણીયા એ જીઆઈડીસી ફેઈસ 3 દરેડ ખાતે વિજય એન્જીનિયરીંગના નામથી ધંધો કરતા હિતેશ આર. ખોડાડિયા પાસે બાલાજી વાયર કટ દ્વારા કરી આપેલ જોબવર્કની મજુરીની લેણી નીકળતી રકમ સંબંધે વિજય એન્જીનિયરીંગ દ્વારા રૂા.25000 નો ઘી નવાનગર કો-ઓ. બેંક લી. દરેડ શાખાનો ચેક આપ્યો હતો. જે ચેક બાલાજી વાયર કટ દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતા નાણાંના અભાવે ચેક ફર્યો હતો. જેથી બાલાજી વાયર કટ દ્વારા પોતાના વકીલ મારફત નોટિસ આપેલ તેમ છતાં ચેક મુજબની રકમ વસૂલ નહીં આપતા બાલાજી વાયર કટના પ્રોપરાઈટર મયુર પ્રદિપભાઈ બકરાણીયા દ્વારા જામનગરની અદાલતમાં ઘી નેગોશિયેબલ એકટની કમલ 138 મુજબનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં એડી. ચીફ જયુડીશીયલ મેજી. એ.ડી. રાવ દ્વારા આરોપી વિજય એન્જીનિયરીંગ વારા હિતેશભાઈ આર. ખોડાડિયાને ત્રણ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.25000 થી બમણી રકમ રૂા.50000 નો દંડનો હુકમ કર્યો છે. જે દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. જો આરોપી દંડની રકમ ચૂકવી આપવામાં કશુર કરે તો આરોપીએ વધુ 15 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે અને આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવાણી માટે ડીએસપી જામનગરને મોકલી આપવા હુકમ કરવામાં આવ્યો છે.આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રાહુલ જે. પરમાર તથા અમિત જે. પરમાર રોકાયા હતાં.