લાલપુર તાલુકાના ખીરસરા ગામમાં જમીનની દેખરેખ બાબતે યુવાન ઉપર બે શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ખીરસરા ગામમાં રહેતાં રજાકખાન અનવરખાન જતોયને લંડન નિવાસી જુબેદાબેન ઈસબખાન જરવાર એ તેની જમીનની દેખરેખ રજાકખાનને સોંપી હતી. આ બાબતનો ખાર રાખી જમાલખાન બચલખાન જરવાર, જફારખાન જમાલખાન જરવાર નામના બે શખ્સોએ રજાકને અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે આડેધડ ઘા મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.