દેશભરમાં મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. રાંધણગેસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજરોજ જામનગરમાં કોંગ્રેસ દ્વારા રાંધણગેસના ભાવ વધારાની સામે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
રાંધણગેસમાં ભાવ વધારા તેમજ મોંઘવારી મુદ્ે પ્રજામાં આક્રોશ છવાયો છે. રાંધણગેસમાં ભાવ વધારાને લઇ જામનગરમાં કોંગે્રસ દ્વારા ખંભાળિયા ગેઇટ પાસે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ તકે જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ, પૂર્વ વિરોધ પક્ષ નેતા અને કોર્પોરેટર અસલમ ખીલજી, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, રંજનબેન ગજરા, આનંદ ગોહિલ સહિતના કોંગે્રસના અગ્રણીઓ-હોદ્ેદારો દ્વારા ધરણાં કરી રાંધણગેસમાં ભાવવધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો.