Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : ખરાબ હવામાનને કારણે મુંબઇથી જામનગર આવતી ફલાઇટનું જામનગરમાં લેન્ડિંગ ન...

Video : ખરાબ હવામાનને કારણે મુંબઇથી જામનગર આવતી ફલાઇટનું જામનગરમાં લેન્ડિંગ ન થતાં મુસાફરો પરેશાન

- Advertisement -

જામનગર સહિત ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજાની કૃપા વરસી રહી છે. ત્યારે ખરાબ હવામાનના પગલે મુંબઇથી જામનગર આવતી એર ઇન્ડિયાની ફલાઇટ જામનગર આવવાની બદલે અમદાવાદ એરપોર્ટ ખાતે ટુંકુ રોકાણ કરી ફરી મુંબઇ રવાના કરાતા પેસેનજરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

- Advertisement -

જામનગરમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી ખરાબ હવામાનને પરિણામે વિમાની સેવાને પણ અસર પહોંચી હતી. મુંબઇથી જામનગર આવતી એર ઇન્ડિયાની ફલાઇટ ખરાબ હવામાનને કારણે જામનગર એરપોર્ટ ખાતે લેન્ડિંગ કરી શકી ન હતી. મુંબઇથી ફલાઇટ ઉપડયા બાદ જામનગર એરપોર્ટ ઉપર અડધી કલાક આટા ફેરા કરાયા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે પ્લેન લઇ જવાયું હતું. જયાં ટુંકુ રોકાણ કરી ફલાઇટને ફરી મુંબઇ પરત રવાના કરાઇ હતી. આ ફલાઇટમાં 55 જેટલાં મુસાફરો હોઇ તેઓ હેરાન પરેસાન થયા હતાં. તેમજ અરે ઇન્ડિયા દ્વારા પેસેનજરોને કોઇ સુવિધા ન અપાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular