હવામાન વિભાગ દ્વારા રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ સમાવેશ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ઓરેન્જ એલર્ટ જેવી પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. આગામી તા. 9 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી તંત્ર દ્વારા આગામી તા.7 થી 9 સુધી વરસાદી રેડ એલર્ટ રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. આથી નિંચાણવારા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદ સમયે ઈમરજન્સી માટે જિલ્લા કલેક્ટર કચેરીના ફોન નંબર 02833-232125 અને 02833-232084, ટોલ ફ્રી નંબર 1077 તથા DEOC નંબર 7859923844 જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવાના આદેશો પણ જારી કરાયા છે. ખંભાળિયા તાલુકા માટે ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના મોબાઈલ નંબર 7861984900, ભાણવડ તાલુકાના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મોબાઈલ નંબર 8866315878, દ્વારકા તાલુકા માટે 9023950584 અને કલ્યાણપુર તાલુકા માટે 99749 40580 રહેશે. આ ઉપરાંત ફાયર અને ઇમરજન્સી સર્વિસ માટે 9512819998 નંબર જાહેર કરવામાં આવ્યા છે. આમ, સંભવિત વરસાદી આફત સામે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.