જામનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ 20 વર્ષનો વિશ્ર્વાસ, 20 વર્ષનો વિકાસ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આજરોજ એમપી શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે જામનગર શહેર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા આયોજિત આજના કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારિયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા દંડક કેતનભાઇ ગોસરાણી શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી, મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણિયા, વિજયસિંહ જેઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.